ARAVALLIMEGHRAJMODASA

મેઘરજમાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર, ખેડૂતોમાં ખુશીનો માહોલ પીસાલ, રામગઢી, કંભરોડા સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર, ખેડૂતોમાં ખુશીનો માહોલ પીસાલ, રામગઢી, કંભરોડા સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા


મેઘરજ, અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સોમવારે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં પાણીની આવક વધી છે. તાલુકાના પીસાલ, રામગઢી, કંભરોડા સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.મેઘરજ તાલુકામાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. મકાઈ, સોયાબીન સહિતના ખરીફ પાકને આ વરસાદથી મોટો ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહત અને ખુશીના સમાચાર લઈને આવ્યો છે.ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા,હવામાનમાં ઠંડક પ્રસરી જતાં લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતો હવે આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહે તેવી આશા સાથે ખરીફ પાકના સારા ઉત્પાદનની અપેક્ષા રાખી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!