ARAVALLIMODASA

ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦નું પરિણામ જાહેર, અરવલ્લી જિલ્લામાં ૮૮.૮૮% પરિણામ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦નું પરિણામ જાહેર, અરવલ્લી જિલ્લામાં ૮૮.૮૮% પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૬માં લેવાયેલ ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અરવલ્લી જિલ્લામાં કુલ ૮૮.૮૮ ટકા પરિણામ નોંધાતા વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે.

જિલ્લામાં કુલ ૧૫,૯૧૧ વિદ્યાર્થીઓમાંથી ૧૫,૪૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૩,૭૦૫ વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. પરિણામમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગ્રેડ સાથે પ્રગતિ દર્શાવી છે.

વિગત મુજબ ૫૦૮ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, ૧,૭૪૧ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, ૨,૮૧૫ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને ૩,૭૩૭ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ઉપરાંત ૩,૨૧૨ વિદ્યાર્થીઓ C1, ૧,૫૭૭ વિદ્યાર્થીઓ C2 અને ૧૧૫ વિદ્યાર્થીઓ D ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે ૯૭૪ વિદ્યાર્થીઓ E1 અને ૭૪૧ વિદ્યાર્થીઓ E2 ગ્રેડ સાથે પાસ જાહેર થયા છે.

આ પરિણામ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે વધતી જાગૃતિ અને વિદ્યાર્થીઓના મહેનતનું પ્રતિબિંબ દર્શાવે છે. શિક્ષકો, વાલીઓ અને શાળાઓના સંયુક્ત પ્રયાસોથી આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું માનવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!