ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ – રેલ્લાવાડા સહિત અનેક વિસ્તારમાં આજે પણ સિંચાઈની યોજનાથી વંચિત ગામડાઓ – મોટા ભાગના તળાવોમાં ટીપું પાણીએ નથી પડતું..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – રેલ્લાવાડા સહિત અનેક વિસ્તારમાં આજે પણ સિંચાઈની યોજનાથી વંચિત ગામડાઓ – મોટા ભાગના તળાવોમાં ટીપું પાણીએ નથી પડતું..!!!

મેઘરજમાં સિંચાઈ યોજનાથી વંચિત ગામડાઓનો આક્રોશ, તળાવો સૂકા પડ્યા

 

મેઘરજ તાલુકાના રેલ્લાવાડા સહિત રાજસ્થાન બોર્ડર નજીક આવેલા અનેક ગામોમાં આજે પણ સિંચાઈ યોજનાનો લાભ પહોંચી શક્યો નથી. વિસ્તારના મોટા ભાગના તળાવો ઉનાળાની કટોકટી વચ્ચે સુકા પડી ગયા છે અને ટીપું પાણી પણ જોવા મળતું નથી.મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં સિંચાઈ યોજનાથી તળાવો ભરવામાં આવે છે, પરંતુ રેલ્લાવાડા, કુણોલ, ઇસરી, ગેડ, છીટાદરા, પાણીબાર, અંતોલી, ગોરવાડા, પંચાલ ,શણગાલ, વાવકંપા , ભાટકોટા જેવા અનેક ગામોમાં તળાવો છે પરંતુ તળાવો સુધી પાણી પહોંચતું નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.જાગૃત નાગરિકો અને ખેડૂતોના જણાવ્યા મુજબ, ચૂંટણી સમય આવે ત્યારે જ નેતાઓ ગામડાઓમાં દેખાય છે અને આશ્વાસનો આપે છે, પરંતુ પાંચ વર્ષ દરમિયાન ખેડૂતોની સમસ્યાઓ તરફ કોઈ ધ્યાન આપતું નથી. ખાસ કરીને ઉનાળામાં પાણીની તંગી વધુ ગંભીર બની જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ યોજનાઓમાં અસમાનતા છે, જેના કારણે કેટલાક વિસ્તારોને લાભ મળે છે તો કેટલાક વિસ્તારો હજુ પણ વંચિત રહે છે. હાલ ચૂંટણીના માહોલમાં પાણી અને સિંચાઈનો મુદ્દો ગરમાયો છે અને ગામડાઓમાં આ મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.સ્થાનિક લોકો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે તમામ ગામોમાં સમાન રીતે સિંચાઈ યોજનાનો લાભ પહોંચાડવામાં આવે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે

Back to top button
error: Content is protected !!