ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ તાલુકામાં રોડના કામમાં વેઠ..? પહેલા જ વરસાદમાં તરકવાડા– ઓઢા માર્ગનું ગરનાળું બેઠું, અકસ્માત બાદ ગ્રામજનોમાં રોષ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં રોડના કામમાં વેઠ..? પહેલા જ વરસાદમાં તરકવાડા– ઓઢા માર્ગનું ગરનાળું બેઠું, અકસ્માત બાદ ગ્રામજનોમાં રોષ

મેઘરજ : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં રોડ-રસ્તાના વિકાસકામોની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તરકવાડાથી ઓઢા ગામને જોડતા નવા માર્ગ પર બનાવવામાં આવેલું નાનું ગરનાળું પ્રથમ જ વરસાદમાં બેસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માહિતી મુજબ, ગ્રામજનોએ અગાઉ આ સ્થળે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ગરનાળું બનાવવાની રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે તંત્ર દ્વારા નાનું ગરનાળું બનાવવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસાની શરૂઆતમાં પડેલા વરસાદમાં જ ગરનાળું બેસી જતાં કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે.ગરનાળું બેસી જવાને કારણે માર્ગ પર અકસ્માત પણ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા વધારી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો ગરનાળું વધુ નુકસાન પામી માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે, જેના કારણે તરકવાડા અને ઓઢા સહિત આસપાસના ગામોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.સ્થાનિકોએ માર્ગ અને ગરનાળાની ગુણવત્તાની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા તેમજ તાત્કાલિક ધોરણે મજબૂત સમારકામ હાથ ધરવાની માંગ કરી છે. હવે તંત્ર આ મામલે કેટલી ઝડપથી પગલાં ભરે છે તેના પર ગ્રામજનોની નજર મંડાયેલી છે.

Back to top button
error: Content is protected !!