
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બોરલ ગામની સીમમાં એલસીબીએ 46.75 લાખના મુદ્દામાલ સાથે 1ને ઝડપી પાડ્યો
અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી સામે અરવલ્લી LCB ને મોટી સફળતા મળી છે. બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બોરલ ગામની સીમમાં એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી રૂ. 61.85 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે

વિરેન્દ્ર સિંહ યાદવ તથા મનોહરસિહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન એલસીબી ટીમ બાયડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બાયડથી ખેડા-કપડવંજ તરફ જતા માર્ગ પર Mewat Hotel સામે નાકાબંધી ગોઠવાઈ હતી.
વોચ દરમિયાન ટાટા કંપનીની ટૂંક ગાડીને રોકી તપાસ કરતા અંદરથી વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની 751 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 19,752 બોટલ/ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 46.75 લાખ થાય છે. પોલીસે ગાડીની વધુ તપાસ કરતા મૂળ નંબર Tata truck GJ 07 TU 8081 હોવાનું સામે આવ્યું, જ્યારે ઠગાઈના ઇરાદે ખોટી નંબર પ્લેટ Tata truck HR 47 D 1657 લગાવવામાં આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ. 61.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં ઉત્તર પ્રદેશના Somin Baroo Faththu Tanwar નામના ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવી ખેડા જિલ્લાના થવાદ ગામે પહોંચાડવાનો હતો તેવી માહિતી સામે આવી છે.





