
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – શીણાવાડ ગામ વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેની ઓરડી તેમજ સ્વીફ્ટ ગાડીમાંથી LCB એ દારૂ ઝડપી પાડ્યો – આરોપી બિપીનભાઈ વિનુભાઈ જયસ્વાલ વોન્ટેડ જાહેર
મોડાસા તાલુકાના શીણાવાડ ગામ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે સ્વીફ્ટ કાર ઝડપી પાડી છે

પોલીસને મળેલી બાતમીના આધારે શીણાવાડ ગામની સીમમાં મેઘરજ-મોડાસા રોડ પર વડલા નીચે સંતાડેલી Maruti Swift કારમાંથી તેમજ નાયરા પેટ્રોલપંપની નજીક આવેલી ઓરડીમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 22 પેટી મળી આવી હતી. આ જથ્થામાં કુલ 776 બોટલ/ટીન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹ 2,59,480 હોવાનું પોલીસએ જણાવ્યું છે.કાર્યવાહી દરમિયાન પોલીસે ₹ 5 લાખ કિંમતની સ્વીફ્ટ કાર સહિત કુલ ₹ 7,59,480નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી દ્વારા હાથ ધરવામાં આવી હતી.પ્રાથમિક તપાસ મુજબ શીણાવાડના રહેવાસી બિપીનભાઈ વિનુભાઈ જયસ્વાલ રાજસ્થાનમાંથી દારૂનો જથ્થો લાવી સંગ્રહ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.આ કામગીરી વિરેન્દ્રસિંહ યાદવ અને મનોહરસિંહ એન. જાડેજા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





