ARAVALLIMEGHRAJ

મેઘરજના ઉન્ડવા–કાલીયાકુવા બોર્ડર પરથી પસાર થતી વૈભવી કારો શંકાના ઘેરામાં, સ્થાનિકોમાં ચર્ચા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના ઉન્ડવા–કાલીયાકુવા બોર્ડર પરથી પસાર થતી વૈભવી કારો શંકાના ઘેરામાં, સ્થાનિકોમાં ચર્ચા

મેઘરજ તાલુકાના ઉન્ડવા અને કાલીયાકુવા બોર્ડર વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી સંદિગ્ધ રીતે વૈભવી કારોનો કાફલો પસાર થતો હોવાની ચર્ચા સ્થાનિકોમાં જોર પકડી રહી છે. આ કારો કોઈપણ પ્રકારની રોકટોક વિના પસાર થતી હોવાના આક્ષેપો ઉઠતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાજસ્થાન તરફથી આવતી કેટલીક વૈભવી કારો મેઘરજ નગરમાંથી પસાર થઈ માલપુર રોડ તરફ જતી જોવા મળે છે. આ કારોની અવરજવર અંગે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.સ્થાનિકોમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલીક કારોમાં વારંવાર નંબર પ્લેટ બદલવામાં આવતી હોઈ શકે છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.સ્થાનિક લોકો દ્વારા સરહદી વિસ્તારમાં પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ વધુ સતર્ક બની સંદિગ્ધ વાહનોની સઘન ચકાસણી કરે તેવી માંગ ઉઠી રહી છે. હાલમાં આ અંગે કોઈ સત્તાવાર પોલીસ નિવેદન કે કાર્યવાહી જાહેર કરવામાં આવી નથી.

Back to top button
error: Content is protected !!