ARAVALLIMODASA

મોડાસા – પહાડપુર ગ્રુપ સેવા સહકારી મંડળી વહીવટદાર હેઠળ, વ્યવસ્થાપક કમિટી હટાવાઈ –  મંડળી બંધ રહેતા લોકોને હાલાકી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – પહાડપુર ગ્રુપ સેવા સહકારી મંડળી વહીવટદાર હેઠળ, વ્યવસ્થાપક કમિટી હટાવાઈ –  મંડળી બંધ રહેતા લોકોને હાલાકી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ધી પહાડપુર ગ્રુપ સેવા સહકારી મંડળી લિ.માં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મંડળીની નવી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી નિયમો મુજબ ન થઈ હોવાના આક્ષેપ સાથે સભાસદો દ્વારા બોર્ડ ઓફ નોમિનીઝ, મહેસાણા સમક્ષ લવાદી દાવો દાખલ કરવામાં આવ્યો હતો

બોર્ડ ઓફ નોમિનીઝે 1 જુલાઈ 2026ના રોજ આપેલા વચગાળાના હુકમમાં મંડળીના હોદ્દેદારોને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, દસ્તાવેજો રજૂ ન કરવા તેમજ કોર્ટના કર્મચારીઓ સાથે ગેરવર્તન થયાના આક્ષેપોને ધ્યાનમાં લઈ ચેરમેન, વાઇસ ચેરમેન અને વ્યવસ્થાપક કમિટીને તેમની સત્તાઓનો ઉપયોગ ન કરવા વચગાળાનો હુકમ આપવામાં આવ્યો હતો.

આ પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ એન. ચૌહાણે ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-1961ની કલમ-81 હેઠળ મંડળીની વ્યવસ્થાપક કમિટી દૂર કરી છે અને ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ., હિમતનગરને 6 મહિનાની મુદત માટે વહીવટદાર તરીકે નિમણૂક કરી છે.વહીવટદાર જિલ્લા રજિસ્ટ્રારના નિયંત્રણ હેઠળ મંડળીનો વહીવટ સંભાળશે, માસિક પ્રગતિ અહેવાલ રજૂ કરશે અને પૂર્વ મંજૂરી વિના કોઈ નાણાકીય અથવા કર્મચારી સંબંધિત નિર્ણય લઈ શકશે નહીં. આ હુકમ બોર્ડ ઓફ નોમિનીઝના વચગાળાના હુકમ તેમજ લવાદી દાવો નં. 99/2026ના અંતિમ નિર્ણયને આધીન રહેશે.

Back to top button
error: Content is protected !!