અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – સાબરકાંઠામાં રોકાણ કરનાર અને રોકાણકારોમાં સન્નાટો છવાયો હોય તેવો ઘાટ ,સોશિયલ મીડિયામાં રોકાણ કરતી BZ કંપનીના નામે અનેક ચર્ચાઓ જામી
અરવલ્લી જીલ્લામાં તેમજ સાબરકાંઠા મા હાલ રોકાણ કરતી વિવિધ કંપનીના નામે અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી બે જીલ્લામાં તેમજ અનેક જગ્યાએ રૂપિયા સામે વધૂ વ્યાજ આપવાની લાલચથી અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં રોકાણકારોના કરોડો રૂપિયા રોકાયા છે જે મહિનાના 3 થી 6 ટકા વ્યાજ આપવાની લાલચ થી લોકોએ અને સરકારી કર્મચારીઓ એ રોક્યા છે પરંતુ હાલ સોશિયલ મીડિયા અને લોકોમાં ચર્ચા એટલા હદે વધી ગઈ છે જેને લઇ રોકાણકારો અને રોકાણ કરનાર લોકોમાં સન્નાટો છવાયો છે અને હવે લોકો ધીરે ધીરે રોકાયેલા રૂપિયા પાછા મેળવવા પ્રયત્નો કરી રહ્યા હોવાની વાતો વહેતી થઇ છે. જેમાં અરવલ્લી અને સાબરકાંઠા મા રોકાણ કરતી ખાસ કરીને BZ કંપની નામે વધૂ ચર્ચાઓ એ જોર પકડ્યું છે જે બે દીવસ પહેલાં મીડિયાના માધ્યમ થકી સંપૂર્ણ અહેવાલ સોશિયલ મીડિયામા વાયરલ થતાં મોટો ખુલાસો આગામી સમયમાં થાય તો નક્કી નહિ પણ હાલ તો રોકાણકારોના લોકોના રૂપિયા પાછા મળશે કે નહિ…? એ સવાલ લોકોમાં ગુંચાયો છે.