
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા ‘જલધારા’ પાણીની પરબની સેવાનો પ્રારંભ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક અને રાહત મળી રહે તેવા ઉમદા હેતુથી સમગ્ર રાજ્યમાં ‘જલધારા પ્રોજેકટ’ અંતર્ગત ઠંડા પાણીની પરબનો પ્રારંભ કરવાનો નિર્ણય લીધો છે જે અંતર્ગત અરવલ્લી જીલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મુખ્યમથક મોડાસા શહેરના ઉમિયા મંદિર,માલપુર રોડ અને શામળાજી રોડ પર આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કાર્યાલય નીચે ઠંડા મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે જેમાં મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસાના ચેરમેન વનિતાબેન આર. પટેલ,મંત્રી રાકેશભાઈ જોષી, કોષાધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ, સભ્ય મુકેશભાઈ પટેલ, જલારામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પારેખ અને તેમની ટીમ, ઉમિયા મંદિરના પ્રમુખ, સામાજીક કાર્યકર નિલેશ જોશી અને જાયન્ટ્સ ગ્રુપ મોડાસાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા





