
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડના ભોગ બનેલા અલગ અલગ અરજદારોને ₹ 6.08 લાખ પરત
અરવલ્લી જિલ્લામાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોડાસા રૂરલ પોલીસે ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના ભોગ બનેલા અરજદારોને કુલ ₹6,08,318 રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી

સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર 1930 પર મળેલી ફરિયાદોના આધારે અરજદારોના ફ્રોડમાં ગયેલા નાણાં રાજ્ય તથા રાજ્ય બહારની વિવિધ બેંકોમાં ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી સુરજસિંહ એલ. વસાવા, IT Expert ટીમ અને પોલીસ કર્મચારીઓ દ્વારા અરજદારોને કોર્ટ પ્રક્રિયામાં સહાય કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીના પરિણામે ઓનલાઇન છેતરપિંડીમાં ગયેલા કુલ ₹6,08,318 અરજદારોના ખાતામાં પરત અપાવવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરીથી અરજદારોમાં રાહત અને સંતોષની લાગણી જોવા મળી હતી.





