ટીંટોઈ : દુષ્કર્મ ઘટનાનો મામલો,ગણતરીના કલાકોમાં આરોપી મામા ને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ટીંટોઈ : દુષ્કર્મ ઘટનાનો મામલો,ગણતરીના કલાકોમાં આરોપી મામા ને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો
અરવલ્લી જિલ્લામાં મામા ભાણીના પવિત્ર સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી જ્યાં ૧૩ વર્ષની ભાણી ને લલચાવી ફોસલાવી ને મામા એ આચર્યું હતું દુષ્કર્મ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના એક અંતરિયાળ ગામની ૧૩ વર્ષની દીકરી પર પોતાનાજ મામા દ્વારા દુષ્કર્મ આચરતા ખડભરાટ મચી ગયો હતો માત્ર ૧૩ વર્ષની કુમળી વયની દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી ભિલોડા તાલુકાના ખોડંબા નજીક જાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં મામા પર ફિટકારની લાગણી વરસી હતી જ્યાં હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચાર્યો હતો માત્ર ૧૩ વર્ષની કુમળી વયની દીકરી અને પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થઈ ગયો હતો દીકરી ના પિતા દ્વારા ટીંટોઇ પોલીસે સ્ટેશન ફરિયાદ આપતા ટીંટોઈ પોલીસ હરકતમાં આવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપી અર્જુનભાઈ મરતા ભાઈ ગામેતી રહે .સુરપુર તા. ભિલોડા જી. અરવલ્લી ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ઝડપી પાડી પોકસો હેઠળ ગુનો દાખલ કરી આરોપી ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો