ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ – વાણિયાવાડા પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ આગળ જ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં – રસ્તાનું પાણીનો નિકાલ ન હોવાથી ભરાય છે શાળા આગળ પાણી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – વાણિયાવાડા પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ આગળ જ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં – રસ્તાનું પાણીનો નિકાલ ન હોવાથી ભરાય છે શાળા આગળ પાણી


મેઘરજ : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાણિયાવાડા ગામની પ્રાથમિક શાળા નં. 1 આગળ વરસાદી પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ, અને શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી શાળાના મુખ્ય ગેટ તેમજ  મેદાન સુધી ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટેનું ગરનાળું બંધ કરી દેવાતા દર વરસાદે આવી સ્થિતિ સર્જાય છે. પરિણામે શાળામાં આવતા નાના બાળકોને પાણી વચ્ચેથી પસાર થઈને શાળામાં પ્રવેશ કરવો પડે છે, જે તેમની સલામતી માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.
ગ્રામજનોએ આ સમસ્યા અંગે અનેક વખત સંબંધિત તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ સમક્ષ રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં હજુ સુધી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક સ્થળ પર નિરીક્ષણ કરી વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓને હાલાકીમાંથી મુક્તિ મળી શકે અને શાળામાં અવરજવર સરળ બની રહે.

Back to top button
error: Content is protected !!