ARAVALLIMALPURMODASA

અરવલ્લીમાં ફરી વરસાદી માહોલ : મેઘરજ અને માલપુર પંથકમાં વરસાદ, ઉભરાણમાં ધોધમાર વરસાદ ખેડૂતોમાં ખુશી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં ફરી વરસાદી માહોલ : મેઘરજ અને માલપુર પંથકમાં વરસાદ, ઉભરાણમાં ધોધમાર વરસાદ ખેડૂતોમાં ખુશી

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ચોમાસાએ જોર પકડતાં વહેલી સવારથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. મેઘરજ તાલુકાના રેલ્લાવાડા સહિત અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે, જ્યારે માલપુર તાલુકાના ઉભરાણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા.વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમી અને ઉકળાટ માંથી રાહત મળી છે. બીજી તરફ વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતી માટે વરસાદ અનુકૂળ રહેતાં વાવણી કરનાર ખેડૂતોમાં નવી આશા જાગી છે, જ્યારે હજુ વાવણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયી બનશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.હવામાનમાં આવેલા આ બદલાવથી સમગ્ર જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેશે તો જળાશયો, તળાવો અને નદીઓમાં નવા નીરની આવક વધવાની સાથે ખેતીને પણ વધુ ફાયદો થશે. હાલમાં જિલ્લામાં વરસાદને પગલે લોકોમાં આનંદ અને રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે

Back to top button
error: Content is protected !!