
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ગુજરાત – રાજસ્થાન પ્રદેશનાં મોઢ-મેવાડ કલાલ સમાજના અધ્યક્ષ તરીકે રાકેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા
11 મંડળના સર્વાનુમતે વરણી, સમાજના વિકાસ અને એકતાને નવી દિશા આપવાની આશા વ્યક્ત કરાઈ
ગુજરાત-રાજસ્થાન પ્રદેશનાં મોઢ-મેવાડ કલાલ સમાજના અધ્યક્ષ તરીકે અરવલ્લી જિલ્લાના સહકારી, સામાજિક અને રાજકીય અગ્રણી રાકેશભાઈ પટેલ (મોડાસા)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે.સમાજની લાંબા સમયથી ચાલી આવતી માંગને સાકાર કરતાં સમાજના 11 મંડળના સર્વાનુમતે યુવા અને ઊર્જાવાન રાકેશભાઈ પટેલને મોઢ-મેવાડ કલાલ સમાજના નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા

આ પ્રસંગે સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે રાકેશભાઈ પટેલ પોતાના કાર્યકાળ દરમિયાન સમાજની એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસ માટે કાર્ય કરશે તેમજ સમાજને નવી દિશા અને વિકાસના નવા આયામો તરફ આગળ વધારશે.
નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી થતાં રાકેશભાઈ પટેલનું સમાજના આગેવાનો અને શુભેચ્છકો દ્વારા શાલ ઓઢાડી, ફૂલહાર પહેરાવી અને સન્માનપત્ર અર્પણ કરીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ આગેવાનો અને સમાજજનોએ તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.




