
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
રેલ્લાવાડા– મોડાસા રોડ પર વરસાદી પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો , વાહનચાલકો પરેશાન – જવાબદાર તંત્ર ને આંખે પાટા બાંધ્યા હોય તેવી સ્થિતિ…!!!

અરવલ્લી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રેલ્લાવાડા–મોડાસા માર્ગ પર ફરી એકવાર વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર પાણી ભરાતા તળાવ જેવા દૃશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે દર વખતે વરસાદ દરમિયાન આવી સ્થિતિ સર્જાય છે. માર્ગ પર પાણી ભરાવાથી રસ્તાની ગુણવત્તા અને કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે.કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા માર્ગ પર વારંવાર પાણી ભરાવાની સમસ્યા સામે આવતાં માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક આયોજન અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. બીજી તરફ જવાબદાર તંત્ર ને વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પાણીનો નિકાલ કર્યો નથી જાણે કે તંત્ર ને આંખે પાટા બાંધ્યા હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે હવે જવાબદાર કોણ..? એ એક સવાલ ઉભો થયો છે ઝડપથી પાણીનું યોગ્ય નિકાલ કરવામાં આવી તેવી માંગ સેવાઈ રહી છે




