ARAVALLIMODASA

અરવલ્લી  – જિલ્લામાં NDPS ગુનામાં સંડોવાયેલા આરોપી સામે PIT NDPS હેઠળ કડક કાર્યવાહી આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે ધકેલાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી  – જિલ્લામાં NDPS ગુનામાં સંડોવાયેલા આરોપી સામે PIT NDPS હેઠળ કડક કાર્યવાહી આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે ધકેલાયો

અરવલ્લી જિલ્લામાં  ગેરકાયદેસર માદક દ્રવ્યોના વેપાર સામે પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપી સામે PIT NDPS હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માદક પદાર્થોના વેચાણમાં સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરીના નેતૃત્વ હેઠળની ટીમે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપી NDPS એક્ટ હેઠળ બે વખત પકડાઈ ચૂક્યો છે. આરોપીની પ્રવૃત્તિઓની ગંભીરતા ધ્યાને લઈ તેના વિરુદ્ધ PIT NDPS હેઠળ અટકાયતી પગલાં લેવા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વે, ગાંધીનગરને મોકલવામાં આવી હતી.ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેસની ગંભીરતા ધ્યાનમાં લઈ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેના આધારે તા. 16 એપ્રિલ 2026ના રોજ આરોપીને ડિટેન કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીની ઓળખ બાબુભાઇ કાવજીભાઇ નિનામા (ઉંમર 49 વર્ષ, રહે. વાંકાટીંબા, તા. ભીલોડા, જી. અરવલ્લી) તરીકે થઈ છે.પોલીસ દ્વારા જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!