ARAVALLIBHILODA

ચા પણ નકલી હવે..!! ભીલોડાની બે અલગ અલગ દુકાનેથી ડુપ્લીકેટ વાઘ બકરી ચા ના 128 પાઉંચ ઝડપાયા, બે દુકાનદાર સામે નોંધાઈ ફરિયાદ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ચા પણ નકલી હવે..!! ભીલોડાની બે અલગ અલગ દુકાનેથી ડુપ્લીકેટ વાઘ બકરી ચા ના 128 પાઉંચ ઝડપાયા, બે દુકાનદાર સામે નોંધાઈ ફરિયાદ

હાલ નકલી અને ડુપ્લીકેટની બોલ બાલા વધુ જોવા મળી રહી છે એમાં પણ પછી ટોલનાકુ, નકલી કચેરી કે પછી નકલી ચીજવસ્તુ કે પછી નકલી કર્મચારીઓ અને ધીરે ધીરે નકલી નો પર્દાફાશ થતો જાય છે અને એક પછી એક નકલી બાબતો સામે આવી છે

નકલી બનાવટી વાઘબકરી ચા ને લઇ હવે ભિલોડામાં નીર સાગર પ્લાઝામાં આવેલ માનસી ટ્રેડીંગ કંપની દુકાનવાળામાં વાઘ બકરી ચા નામની ડુપ્લીકેટ ચા વેચાઈ રહી હોવાનું બહાર આવ્યું હતું તે દુકાને થી 5440/- રૂપિયાની ડુપ્લીકેટ ચા મળી આવી હતી અને અન્ય બીજી દુકા નીર સાગર પ્લાઝા માં આવેલ કોમલ કિરાણા સ્ટોર દુકાન માંથી 1120/- રૂપિયાની ડુપ્લીકેટ ચા મળી આવી હતી આમ નીર સાગર પ્લાઝામાં ચાલતી અલગ અલગ બે દુકાનમાંથી ડુપ્લીકેટ એટલે કે નકલી વાઘબકરી ચા નો જથ્થો ઝડપાયો છે જેને લઇ ખાદ્ય ચીજવસ્તુ પણ નકલી વેચાઈ રહી હોવાનું સામે આવતા વેપારીઓ પણ ચોકી ઉઠ્યા છે આમ અલગ અલગ બે દુકાનમાંથી કુલ 128 નકલી વાઘબકરી ચા ના પાઉચ મળી આવ્યા હતા જેની કિંમત 6560/- હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ડુપ્લીકેટ વાઘબકરી ચા નો પર્દાફાશ વાઘબકરી ચા કંપની ને થતા કંપનીની ટિમ અને મેનેજર ભિલોડા આવી પોહચી રેડ પાડી વાઘ બકરી નામની નકલી ચાનું વેચાણ થઇ રહ્યું હતું તેનો પર્દાફાશ કર્યો હતો અને સમગ્ર ઘટના ને લઇ ભિલોડા પોલીસ ઘટના સ્થળે પોંહચી હતી અને 128 જેટલા ડુપ્લીકેટ ચા ના પાઉચ જપ્ત કર્યા હતા માનસી ટ્રેડિંગ દુકાનના માલિક સુનિલભાઈ મુરલીધર ખેમાણી રહે ભિલોડા અને કોમલ કિરાણા દુકાનના માલિક સેણુંલાલ ભાગુજી પુરબીયા રહે ભિલોડા સામે વાઘ બકરી ચા ના સિનિયર મેનેજર રાકેશભાઈ બંસીધર સિંધ એ ભિલોડા પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી

@કઈ રીતે થયો નકલી ચા નો પર્દાફાશ વાંચો @

વાઘ બકરી કંપની ચા ના મેનેજર અને તેમની ટિમ દ્વારા જયારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેલ્સ ઓફિસર ભાવેશભાઈ શંભુપ્રસાદ મોદી દ્વારા ભિલોડા ખાતે વિઝીટ કરતા માનસી ટ્રેડિંગ કંપની નામની દુકાનમાં વાઘ બકરી ચા નું ડુપ્લીકેટ વેચાણ થઇ રહયું છે તે જાણવા મળેલ અને આ બાબતે અન્ય વ્યક્તિ દ્વારા 250 ગ્રામ ની ચાનું પેકેટ કરીધી કરેલ ગુગલ પે દ્વારા પેમેન્ટ કરેલ અને કરીદેલ પેકેટ વાઘ બકરી ચા કંપનીના ઉપરી અધિકારી ને મોકલી આપેલ અને તપાસ કરતા પેકેટ ડુપ્લીકેટ જણાવી આવેલ અને આ બાબતે સિનિયર મેનેજર અને ટિમ દ્વારા ભિલોડા મુકામે આવેલ બન્યે દુકાને ખાતે તપાસ કરતા અને પેકેટ ને જોતો હકીકત એ સામે આવી કે વાઘ બકરી ચાના ઓરીજનલ પેકેટ પર જોતા અસલ પેકેટ ની ઉપર અને નીચે પેકીંગ ઝીગઝેગ છે જયારે ડુપ્લીકેટ પેકેટ પર સપાટ છે.તથા અસલ પેકેટ ઉપર આગળ અંગ્રેજીમાં “ હંમેશા રિશ્તે બનાયે ”તે લખાયેલું છે અંગ્રેજીમાં “ I ”(આઇ) માથે ટપકુ છે જ્યારે ડુપ્લીકેટમાં નથી તથા અસલ પેકેટ ઉપર પ્રિન્ટેડ ચા નો ચા ગાર્ડનનો અને ચા પત્તી નો રંગ ઘાટો છે જ્યારેડ ડુપ્લીકેટ ઉપર તે રંગ ફિક્કો છે .આમ અલગ અલગ રીતે પેકેટ નિરીક્ષણ કરતા અંતે પેકેટ પર www.waghbakritea.com લખેલ છે.જ્યારે ડુપ્લીકેટ પેકેટ ઉપર ઇ-મેઇલ આઈ ડી માં www.waghbakaritea.com લખેલ છે જેમા અસલમાં બકરી અને ડુપ્લીકેટ માં બકારી વંચાય છે.જે ડુપ્લીકેટ પેકેટ ની ઓરખ ઓરિજન પકેટ સાથે કરતા પકડાયેલ પેકેટ તદ્દન અલગ હોવાથી ડુપ્લીકેટ વાઘ બકરી ચા નું વેચાણ કરતા હોવાનું સામે આવતા ભિલોડા પોલિસ સ્ટેશન ખાતે બે દુકાનદાર સામે ફરિયાદ નોંધાઈ છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button