ARAVALLIMALPUR

મેઘરજ તાલુકાના નાથાવાસ ગામનો યુવક ગુમ થયા બાદ બે દિવસ પછી યુવકની હત્યા કરેલી હાલતમાં માલપુરના મેવડા ગામની સીમમાં જંગલમાંથી મળી આવતા ભારે ચકચાર

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના નાથાવાસ ગામનો યુવક ગુમ થયા બાદ બે દિવસ પછી યુવકની હત્યા કરેલી હાલતમાં માલપુરના મેવડા ગામની સીમમાં જંગલમાંથી મળી આવતા ભારે ચકચાર

મેઘરજ તાલુકાના નાથાવાસ ગામનો યુવક ગુમ થયા બાદ બે દિવસ પછી યુવકની હત્યા કરેલી હાલતમાં માલપુરના મેવડા ગામની સીમમાં જંગલમાંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી મૃતક યુવકની હત્યામાં સંડોવાયેલ ગામના 6 શખ્સો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા મૃતક યુવકે અગાઉ બે આરોપીના પિતાને ચપ્પુ માર્યાની અદાવતમાં મોતને ઘાટ ઉતાર્યો હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું

નાથવાસ ગામનો દિનેશ ખાતુભાઇ ડામોર નામનો યુવક તેના ભાઈઓ સાથે હોળી પર્વમાં મેળામાં ગયા હતા ત્યાર બાદ ગેર રમવા ગયા હતા દિનેશ ખાતું ખરાડીએ અગાઉ ગામના અરવિંદ જીવા ખરાડીને ચપ્પુ માર્યું હોવાની અદાવત રાખી ગેર રમવા ગયેલા દિનેશને ગામમાં આંતરી ગામના મનુ હુજા ખરાડી,શંકર જીવા ખરાડી,અમરત અરવિંદ ખરાડી,નટુ કમા ખરાડી,રમેશ અરવિંદ ખરાડી,રાજેશ વિશ્રામ ખાંટ નામના શખ્સોએ ગડદા પાટુનો માર મારી જીવલેણ ઘા ઝીંકી હત્યા કરી હત્યાના છુપાવવા મૃતકની લાશને મેવડા ગામની સીમમાં નાખી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી મૃતક યુવકની લાશ મળી આવતા પોલીસે દિનેશ ડામોરની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

માલપુર પોલીસે મૃતક યુવકના પિતા ખાતુભાઇ સોમાભાઈ ડામોરની ફરિયાદના આધારે,1)મનુ હુજા ખરાડી,2)શંકર જીવા ખરાડી,૩)અમરત અરવિંદ ખરાડી,4)નટુ કમા ખરાડી,)રમેશ અરવિંદ ખરાડી,6)રાજેશ વિશ્રામ ખાંટ સામે હત્યાનો ગુન્હો નોંધી ફરાર હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!