ARAVALLIMODASA

શામળાજી પાસે મેશ્વો ડેમમાં બાઇક ખાબકતા બે યુવકો લાપતા, એક ઘાયલ – પ્રોટેક્શન વોલ વગર રસ્તો બનાવી દીધો..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી પાસે મેશ્વો ડેમમાં બાઇક ખાબકતા બે યુવકો લાપતા, એક ઘાયલ – પ્રોટેક્શન વોલ વગર રસ્તો બનાવી દીધો..!!!

અરવલ્લી જિલ્લાના મેશ્વો ડેમ નજીક દુર્ઘટનાની ગંભીર ઘટના સામે આવી છે. ડેમની પાળ પર નવા બનાવાયેલા રસ્તા પરથી પસાર થતી બાઇક અચાનક નિયંત્રણ ગુમાવતા સીધી ડેમના પાણીમાં ખાબકી હતી. બાઇક પર ત્રણ યુવકો સવાર હતા, જેમાંથી બે યુવકો પાણીમાં લાપતા બન્યા છે જ્યારે એક યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો છે.

માહિતી મુજબ અકસ્માત ડેમની પાળ પર બનેલા નવા માર્ગ પર બન્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રસ્તા પર સુરક્ષા માટે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી નથી. દિવાલના અભાવે બાઇક સીધી પાણીમાં ખાબકી ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ રેસ્ક્યુ ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી. લાપતા બનેલા બંને યુવકોની શોધખોળ માટે ડેમમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પાણીનું પ્રમાણ વધુ હોવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ડેમની પાળ પર રસ્તો બનાવાયો, પરંતુ પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટેક્શન વોલ વિના માર્ગ શરૂ કરવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનિકોએ જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને લાપતા યુવકોની શોધ માટે રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!