DAHODGUJARAT

ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો

તા.૦૫.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો

દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત ના દિશા સૂચન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે. આ અંતર્ગત જીલ્લાના 102 પ્રાથમિક તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં હેલ્થ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં કુલ 6141 લાભાર્થીઓ (3387 સ્ત્રીઓ અને 2754 પુરુષો)એ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.મુખ્ય આરોગ્ય સેવાઓ અને તપાસ: સગર્ભા મહિલાની તપાસ : 296- પી.એમ.જય એ.વાય. કાર્ડ બનાવ્યા : 343- જનરલ આરોગ્ય તપાસ : 2059- એન.સી.ડી. ડાયાબિટીસ – 2994 બ્લડપ્રેશર – 3037- સિકલ સેલ તપાસ : 149- ટી.બી. તપાસ : 318- રસીકરણ સેવા : 26- કેન્સર તપાસ : 165 આ હેલ્થ કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિમાં વધારો થયો છે. તેમજ લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત તબીબી સેવા તેમના ગામે જ મળી રહી છે.દાહોદ જીલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયત્ન ખરેખર “ગામે ગામ આરોગ્ય કિરણ” રૂપે ગામડાંમાં આરોગ્યનું ઉજાસ કિરણ સાબિત થઈ રહ્યો છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!