AHAVADANGGUJARAT

ડાંગ: જીવનદાન મહાકુંભ 2026 અંતર્ગત ડાંગમાં ચાર જગ્યાએ રક્તદાન શિબિર યોજાશે..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

માનવ જીવનમાં દાનનું મહત્વ અનમોલ છે, પરંતુ જે દાનથી કોઈનું આયુષ્ય બચે છે, તે રક્તદાન સર્વશ્રેષ્ઠ પુણ્ય ગણાય છે.નાનીજધામનાં જગતગુરુ શ્રીમદ રામાનંદાચાર્ય નરેન્દ્રાચાર્યજીની પ્રેરણાથી આવતીકાલે તારીખ 9 અને 10 ના રોજ ડાંગના સાપુતારાનાં સાંઈ મંદિર ખાતે અને સાકરપાતળનાં બજાર ફળીયા ખાતે તેમજ આહવામાં ડાંગ સેવા મંડળ ગ્રાઉન્ડ અને પીપલદહાડમાં બજાર ફળીયા ખાતે રક્તદાન શિબિર યોજાશે.ડાંગ જિલ્લાનાં શ્રી રામાનંદાચાર્ય સંપ્રદાય દ્વારા આ શિબિર “મેરા રક્તદાન સમાજ કે નામ” ની ભાવના સાથે લોકો ને મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી છે આ રક્તદાન શિબિર સવારે 8 થી સાંજે 6 સુધી યોજાશે.જેમાં રક્તદાન કરવા અનુરોધ કર્યો છે..

Back to top button
error: Content is protected !!