ગૌ સન્માન મહાઅભિયાનના બીજા તબક્કા અંતર્ગત દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

તા.૨૭.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગૌ સન્માન મહાઅભિયાનના બીજા તબક્કા અંતર્ગત દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
આ પવિત્ર પ્રસંગે દાહોદ જિલ્લા સંત સમાજના અગ્રણી તથા સાલિયા સ્થિત શ્રી કબીર મંદિરના પરમ પૂજ્ય 108 મહંત શ્રી ઋષિકેશદાસજી બાપુના વરદ હસ્તે સરકારને આહ્વાનપત્ર અર્પણ કરાયું હતું. પરમ પૂજ્ય મહંતશ્રીએ સરકાર સમક્ષ ગૌમાતાને “રાષ્ટ્રમાતા” જાહેર કરવા તથા સમગ્ર ભારતવર્ષમાં ગૌહત્યા પર સદંતર પ્રતિબંધ મૂકવાની ઉદાત્ત માંગ કરી હતી.આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના દાહોદ જિલ્લા અધ્યક્ષ મહાદેવ દામોદર, ગૌ રક્ષક ટીમના પિન્ટુભાઈ કલાલ, વિવેકભાઈ શર્મા, હિરલ કંથારિયા, ધીરુભાઈ મંગળાની, હિમાંશુ યાદવ, વૈભવ ભાટિયા, મિતલભાઈ ભોજવાની અને અભિષેક યાદવ સહિત રાષ્ટ્રીય હિન્દુ સંઘના કાર્યકર્તાઓ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




