સુરેન્દ્રનગર જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત માર્ગો પર પુરજોશમાં થઈ રહી છે ડામરપટ્ટાની કામગીરી
તા.23/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારને શહેર સાથે જોડતા વિવિધ માર્ગોને સુગમ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગોની મરામત કામગીરી દિવસ તેમજ રાત્રિ દરમિયાન પુરજોશમાં કરવામાં આવી રહી છે માર્ગો પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા કલેકટર કે. સી. સંપટના માર્ગદર્શન હેઠળ ડામર પેચવર્ક સહિતની સઘન મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય રસ્તાઓને શહેર સાથે જોડતા રસ્તાઓ ઉપર ડામરપટ્ટાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર સ્ટેટ રોડ, સુરેન્દ્રનગર બાયપાસ રોડ ઉપર સહીત જુદા જુદા ગામો વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પટ્ટા, પેચવર્ક સહિતની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ રાત્રીના સમયે કુડા, ટીકર, ઘાટીલા રોડ ઉપર પણ રાત્રીના સમયે મરામત કામગીરી કરવામાં આવી હતી.