DAHODGUJARAT

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના CSR ફંડ માંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા અને બાવકા ને 04 લાખ રૂપિયાના મેડિકલ સાધનોની સહાય

તા.૨૯.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના CSR ફંડ માંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા અને બાવકા ને 04 લાખ રૂપિયાના મેડિકલ સાધનોની સહાય

 

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા( એડમીન ઓફિસ) વડોદરા ના સહયોગથી આદિજાતિ પટેલીયા પરિવાર વડોદરા ના મેમ્બર એવા દિલીપભાઈ બાબરભાઈ બામણીયા મેનેજર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાદરા, વડોદરા પ્રયત્નો દ્વારા અને સ્ટેટ બેન્ક ઓફ દાહોદ ચીફ મેનેજર દિપક પવાર અને ડોક્ટર હિતેશ રાઠોડ હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન ગોત્રી વડોદરા ની હાજરીમાં અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયા ના માર્ગદર્શન હેઠળ

“સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા” (SBI), એડમીન ઓફિસ વડોદરા ના સૌજન્ય થી સીએસઆર ફંડ માંથી આશરે 4 લાખ રૂપિયાની મેડિકલ અધતન સાધનો ની સહાય દાહોદ ના ગુજરાતની બોર્ડરે આવેલા ગામ એવા નગરાળા અને બાવકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએસસી) પર જે તે વિસ્તારના દર્દીઓને ઉત્તમ અને આધુનિક સેવા મળી રહે તે હેતુથી મેડિકલ ના સાધનો તેમજ અન્ય સુવિધાઓ અર્પણ કરવાનો કાર્યક્રમ આજરોજ ગુરૂવાર તારીખ.૨૮ નવેમ્બર ૨૦૨૪ દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રાખેલ હતો  આ કાર્ય માટે દિલીપભાઈ બામણીયા અને SBI એડમીન ઓફિસ વડોદરા ના અધિકારી તેમજ ડૉ ભગીરથ બામણીયા તેમજ દાહોદ SBI બ્રાંચના ચીફ મેનેજર પવાર અને ડૉ હિતેશ રાઠોડનો આભાર વ્યક્ત કરીએ છીએ

Back to top button
error: Content is protected !!