દાહોદ મુવાલિયા ક્રોસિંગ પર વિશ્વ આદિવાસી રેલીમાં ડીજે મામલે ભારે પથ્થરમારો:પોલીસ પર હુમલો,ટીયરગેસના શેલ છોડાયા

તા.૦૯.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ મુવાલિયા ક્રોસિંગ પર વિશ્વ આદિવાસી રેલીમાં ડીજે મામલે ભારે પથ્થરમારો:પોલીસ પર હુમલો,ટીયરગેસના શેલ છોડાયા
દાહોદ શહેરમાં આદિવાસી રેલી દરમિયાન ભારે હોબાળો મચી ગયો ડીજે વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં, રેલીમાં ડીજે લઈ જવામાં આવી રહ્યું હતું. પોલીસે આ ડીજેને અટકાવતા જ મામલો બિચક્યો હતો.પોલીસ પર પથ્થરમારો: ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પ્રશાસન પર અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હિંસક પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પરિસ્થિતિ વણસતા જ એલીસીબી (LCB) અને એસઓજી (SOG) સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હિંસક બનેલા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીને હુમલાખોરોની અટકાયત કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે દાહોદ શહેરમાં યોજાયેલી આદિવાસી રેલીમાં ડીજે લઈ જવાના મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. શહેરમાં ડીજે પર પ્રતિબંધ હોવાને કારણે જ્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા ડીજેને અટકાવ્યું, ત્યારે રેલીમાં સામેલ ઉશ્કેરાયેલું ટોળું હિંસક બન્યું હતું.”ટોળાએ પોલીસ ટીમોને નિશાન બનાવીને બેફામ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.આ પથ્થરમારાની ઘટનામાં ફરજ પરના કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની ગંભીરતાને જોતા LCB, SOG સહિતની ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગઈ હતી. પરિસ્થિતિ વણસતી જોઈ પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. હાલમાં સ્થિતિ શાંતિપૂર્ણ અને કાબૂ હેઠળ છે. પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે વિસ્તારમાં સઘન કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે





