
તા.૧૯.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકા પંચાયત ખાતે KYC કરાવવા રાત્રીના સમયે દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકો કળકળતી ઠડીમાં ઉંઘતા જોવા મળ્યા
આજરોજ તા.૧૮.૧૧.૨૦૨૪ ના રાત્રીના ૧૧.
૩૦ કલાકે તાલુકા પંચાયત કચેરી આગળ દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમાજના લોકો તાલુકા પંચાયત કચેરી .મામલતદાર કચેરી તેમજ અન્ય આધાર કેન્દ્રો પર પથ્થરો મૂકી તેમજ રાત્રીના સમયે આધાર કેન્દ્રો જેવાકે તાલુકા પંચાયત કચેરીની બહાર ગંદકીમાં અને કડકળતી ઠંડીમાં KYC કરાવવા કેટલાય ગ્રામીણ વિસ્તારના લોકો ઉંગતા જોવા મળ્યા.ત્યારે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આદિવાસી સમાજના સામાજીક કાર્યકર્તાને માહિતી મળતા તેઓ સ્થળ પર જઈ તપાસ કરતા લોકો ચાર થી પાંચ દિવસથી આધારકાર્ડ માટે આવતા હોવાનું જણાવ્યું હતું.પણ તેમનો નંબર ન લાગતા તેઓએ રાત્રીના સમયેજ આધાર કેન્દ્ર તાલુકા પંચાયત કચેરી સહિત અન્ય આધાર કેન્દ્રો પર વહેલા નંબર લાગે એવી આસથી ઉંગવાનું નક્કી કર્યું હોવાનું લાભાર્થી ઓ દ્વારા જણાવવામા આવ્યું હાલ દાહોદ નગરમાં ફૂલ ગુલાબી ઠંડીએ જોર પકડેલ છે.તેવામાં વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા ગ્રામીણ વિસ્તારો માંથી પોતાના નાના નાના બાળકોને લઈને ગ્રામીણ વિસ્તારના લોકો KYC કરાવવા દાહોદમાં આવતા હોય છે.આ સમસ્યા છેલ્લા અઠવાડિયા થી યથાવત છે.છતાંય જવાબદાર તંત્ર કોઈ કામગીરી કરતું ન હોવાના આક્ષેપો કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશીફ અલી સૈયદ દ્વારા જણાવવામાં આવ્યું છે.અગાવ દાહોદ નગરમાં પહેલા રેગ્યુલર આધાર કાર્ડ અંગેની કામગીરી ચાલતી હતી.પરંતુ આ કામગીરી લાંબા સમયથી અગમ્ય કારણો સર બંધ છે. હાલ તો પ્રજા ઈચ્છી રહી છે.કે આધાર કાર્ડ માટે ઠંડીમાં અડધી રાત્રે આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને પડતી સમસ્યાનું સમાધાન લાવવામાં આવે.તેમજ દાહોદ શહેરમાં બંધ કરાયેલા કેન્દ્રો પુન શરૂ કરી KYC ની કામગીરી રેગ્યુલર ચલાવવામાં આવે એવી દાહોદ કોંગ્રેસ પ્રમુખ આસીફ અલી સૈયદ અને સામાજિક કાર્યકર્તા સિરીસ ભાઈ બામણીયા દ્વારા માંગ કરવામાં આવી છે





