જૂનાગઢ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પરિવારે મન કી બાત કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કર્યુ
જૂનાગઢ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પરિવારે મન કી બાત કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કર્યુ

જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાના નવા કાર્યાલય ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન, જિલ્લા અને શહેરના કોઓર્ડીનેટર, કોચ, ટ્રેનરો તેમજ યોગ સાધકો સહિત ૧૨૫ થી વધુ ઉપસ્થિતોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતનું સામૂહિક શ્રવણ કર્યું હતુ. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, સેવા, સંસ્કાર, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને જનભાગીદારી જેવા જીવનમૂલ્યોનો સંદેશ દરેકના હૃદયને સ્પર્શી ગયો હતો. યોગ માત્ર શરીરને જ નહીં, પરંતુ મન, બુદ્ધિ અને રાષ્ટ્રચેતનાને પણ જાગૃત કરે છે, તેવો ભાવ સમગ્ર વાતાવરણમાં અનુભવાયો હતો. આ પ્રસંગે યોગ પરિવારની એકતા, સંગઠનભાવ અને સમર્પણનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતુ. વોર્ડના તમામ યોગ ટ્રેનરો, કોચ અને સાધકમિત્રો મોટી સંખ્યામાં સ્વયંપ્રેરિત થઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરી, સહકાર અને સંગઠનભાવ બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઝોન કો-ઓર્ડીનેટર ચેતનાબેન ગજેરા, મનપા કોઓર્ડીનેટર વૈશાલીબેન ચુડાસમા, જિલ્લા કોઓર્ડીનેટર જયંતી કાછડીયા (જૂનાગઢ ગ્રામ્ય-૨), જિલ્લા કોઓર્ડીનેટર સોનલબેન બગડા (જૂનાગઢ ગ્રામ્ય-૧) તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અન્ય કોચ, ટ્રેનરો અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ આપણને પોતાના સાથે જોડે છે, જ્યારે ‘મન કી બાત’ આપણને રાષ્ટ્ર સાથે જોડે છે. બંનેનો સંગમ એક સશક્ત, સંસ્કારી અને સ્વસ્થ ભારતના નિર્માણનો મજબૂત પાયો છે. એમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પરિવારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




