GUJARATMAHISAGARSANTRAMPUR

લુણાવાડા ચાર કોશિયા નાકા ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોરે શ્રમદાન કરી સ્વચ્છતા નો સંદેશો આપ્યો.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….
તા.૨/૧૦/૨૪

સ્વચ્છતા હી સેવા – મહીસાગર જિલ્લો

 

સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી

 

લુણાવાડા ચાર કોસિયા નાકા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો.

સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે આજ રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ચાર કોસિયા નાકા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, જિલ્લા કલેકટર નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે શ્રમદાન કરી સ્વચ્છતા પ્રત્યે સંદેશો આપ્યો હતો. શ્રમદાન કર્યા બાદ દુકાનદારોને તેમની દુકાનો સામે સ્વચ્છતા રાખવા અપીલ કરવામાં આવી હતી.

શિક્ષણ મંત્રી. ડો. કુબેરભાઈ ડીંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા પ્રત્યે સંદેશો પ્રસરાવતી રેલીની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં સ્વચ્છતા કર્મીઓ, વિધ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા અને સ્વચ્છતા પ્રત્યે વિવિધ બેનરો અને સ્લોગન સાથે સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

આ શ્રમદાન કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર સી વી લટા, પ્રયોજન વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર,લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટિલ, અગ્રણીઓ, સંકલનના તમામ અધિકારીઓ જોડાઈ શ્રમદાન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!