તા. ૨૦.૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjrli:સંજેલી તાલુકામાં આવેલ શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં ચાંદીપુરમ રોગ વિશે બાળકોને જાગૃત કરવામાં આવ્યા
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશનચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ઠાકોર ફળિયામાં કાર્યરત છે. જેમાં કેજી ૧/૨ તેમજ ધોરણ ૧ થી ૮ ના વિધાર્થીઓ અભ્યાસ કરે છે સાથે સાથે જ્ઞાન – ગમ્મત સાથે શિક્ષણ આપવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં ચાંદીપૂરા રોગે માથું ઉચક્યું છે ત્યારે સરોરી. પી. એચ. સી. દ્વારા રોગનો ફેલાવો એક પ્રકારની રેતની માખી દ્વારા ફેલાય છે રોગનો ફેલાવો મકાનો ની કાચી દીવાલ, લીંપણ વાળા ઘરોની તિરાડના છીદ્રોમાં જોવા મળે છે. સેન્ડ ફ્લાયથી ફેલાતા ચાદીપુરા તાવના લક્ષણો જેવા કે ભારે તાવ, ઝાડા થવા, ઉલ્ટી થવી, અર્ધ ભાન, ખેંચ આવવી એ તેના લક્ષણો છે. આ રોગથી બચવા માટે ઘરની દીવાલ પરના છિદ્રો તેમજ તિરાડો પૂરી દેવી, ઘરની અંદર સૂર્ય પ્રકાશ રહે તેવી વ્યવસ્થા કરવી, જંતુનાશક દવા યુક્ત મચ્છર દાનીમાં સૂવાનો આગ્રહ, બને ત્યાં સુધી બાળકોને ધૂળમાં રમવા દેવા નહિ કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો એવી માહિતી બારીયા મિતેશભાઈ દ્વારા આપવામાં આવી હતી. સાથે સાથે શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને આપેલી માહિતી પોતાના જીવનમાં ઉતારવા માટે પહેલ કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો