વિજાપુર રણછોડપુરા ખાતે સત્તાવીસ ગામ કાંઠા કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્ન ઉત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રણછોડપુરા ખાતે સત્તાવીસ ગામ કડવા પાટીદાર સમાજ સેવા કેળવણી ટ્રસ્ટ (કાંઠા વિસ્તાર) સમૂહલગ્નોત્સવ સમિતિ દ્વારા અઢાર મો સમૂહલગ્ન ઉત્સવ ઉજવાયો હતો.જેમાં પ્રભુતામાં પગલાં માંડતા નવદંપતીઓને સમાજના અગ્રણીઓ દ્વારા આર્શીવાદ આપવા મા આવ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય સી.જે ચાવડા તેમજ સમાજના પ્રમુખ સુરેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો પી.આઈ.પટેલ, રમણભાઈ પટેલ, સમાજના અગ્રણી દુષ્યંતભાઇ પટેલ, મંગળદાસ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ તથા સમાજના અન્ય આગેવાનો સત્તાવીસ કાંઠા પાટીદાર સમાજ લોકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા