GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરની બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સને એવોર્ડ

વિદ્યાર્થીનીઓ પણ ઝળકી

શિક્ષણ સાથે ઇતર પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરી સફળતાના ગગનમાં વિહાર કરતા બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓ

સંસ્થાના સંચાલકો તેમજ નિપુણ સ્ટાફની જહેમત સાથે બાળકોનાં સર્વાંગી વિકાસની પ્રગતિની પ્રસિદ્ધી હવે સીમાડા વટાવી ચુકી છે-

જાણીતા મીડીયા હાઉસ દ્વારા રાજ્ય સ્તરના ત્રણ એવોર્ડ રાજ્ય સરકારના કેબિનેટ મીનીસ્ટર અને જામનગરના ધારાસભ્યના વરદ હસ્તોએ પ્રાપ્ત થયા

સંચાલકોની સખત અને સતત જહેમતથી
બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓની કલા અને અભ્યાસની ધગશ કપરા પારીવારીક સંજોગો વચ્ચે પણ ખીલી છે

જામનગર::::

પ્રસિદ્ધી સ્વયં વખાણ કરવાથી નથી મળતી પરંતુ સાચી પ્રસિદ્ધી એ છે કે જ્યારે મુલ્યાંકન કરતી સંસ્થાઓ કે મીડીયા કે સરકારના વિભાગો જ્યારે પ્રશસ્તિ કરે ત્યારે એ સિદ્ધી ને સાચી પ્રસિદ્ધી મળી છે તેમ કહેવાય , જામનગરની બ્રિલયન્ટ સ્કૂલ માટે આ વાસ્તવિકતા યથાર્થ નીવડી છે કેમકે એકતરફ વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધી મેળવી છે તો બીજી તરફ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના સંચાલન અને બેસ્ટ શિક્ષણ પ્રવૃતિ તેમજ ઇતર પ્રવૃતિઓનો માહોલ પુરૂ પાડવાનુ ધ્યેય બિરદાવાયુ છે અને રાજ્યસ્તરે પ્રાદેશીક ચેનલ દ્વારા અને સરકારના મીનીસ્ટરના વરદ હસ્તે એવોર્ડ અપાયા છે જે સમગ્ર હાલાર માટે ગૌરવરૂપ બાબત બની છે.

જામનગરની જાણીતી શૈક્ષણીક સંસ્થા જે વટવૃક્ષ સામાન બની છે તે બાળકો માટે વિદ્યાલયની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ દ્વારા વિવિધ વિશેષતાને વ્યક્ત કરવાનો તેને સુદ્રઢ કરવાની તક પુરી પાડે છે માટે જ આ બાળકો સફલતાના ગગનમાં વિહાર કરે છે તેની ફલશ્રુતિ એ છે કે ગુજરાતના જાણીતા મીડીયા હાઉસ ટોપ એફ. એમ. અને વીટીવી ન્યુઝ દ્વારા જામનગરની બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સ ને બેસ્ટ હાલાર બેસ્ટ એજ્યુકેશન હબનો એવોર્ડ પ્રાપ્ત થયો છે જે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાયબના તેમજ જામનગરના ધગશવાળા ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઇ અકબરી સા. ના વરદ હસ્તે અર્પણ કરાયો હતો તેમજ બેસ્ટ હાલાર સ્ટુડન્ટ આર્ટીસ્ટ તરીકે સ્કૂલ્સની વિદ્યાર્થીની પંડ્યા પુર્વા મયુરભાઇને એવોર્ડ મળ્યો છે ઉપરાંત બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર હાલાર તરીકેનો એવોર્ડ પીઠડીયા મહેક રાજેશભાઇને મળ્યો છે.

બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓ ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે છે તે અંગેના અન્ય મહત્વપુર્ણ ઉદાહરણો એ છે કે
ધોરણ ૬માં અભ્યાસ કરતા ચી.પંડ્યા પૂર્વા બેન મયુરભાઈ કુચીપુડી શાસ્ત્રીય નૃત્ય શૈલીના ક્ષેત્રમાં “રાબા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” ટાઇટલ પ્રાપ્ત કરેલ છે.તેમ જ ધોરણ૮માં અભ્યાસ કરતા ભટ્ટ તથ્યભાઈ હાર્દિકભાઈએ “ખેલ મહાકુંભ” માં ચેસમાં માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. આ બંન્ને વિદ્યાર્થીઓને બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેનશ્રી અશોકભાઈ ભટ્ટ તેમ જ મેનેજીંગ ડાયરેક્ટર શ્રીમતી ઉસ્મિતાબેન ભટ્ટ તરફથી રોકડ રકમ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સાથે સાથે વધુ એક મહત્વપુર્ણ વિગત એ પણ છે કે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સની વિદ્યાર્થિની પીઠડીયા મહેક રાજેશભાઈ એ વર્ષ 2023-24 માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની નીટ ની પરીક્ષા માં 636 ગુણ પ્રાપ્ત કરી શાળાનુ અને પરિવાર નું ગૌરવ વધાર્યુ છે છે નોંધપાત્ર બાબત એ છે કે આ વિદ્યાર્થીની સામાન્ય પરિવાર માં થી આવે છે પિતા દરજીકામ કરે છે અને માતા ગૃહિણી છે ત્યારે પારીવારીક હુંફ સાથે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સની જહેમત વધુ એક વખત રંગ લાવી છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button