
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-13 ફેબ્રુઆરી : “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી હેઠળ કલેકટરશ્રીના માર્ગદર્શન તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નખત્રાણા તાલુકાના વિથોણ ગામની સંતશ્રી ખેતલાબાપા માધ્યમિક શાળા ખાતે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ અને શિક્ષકગણ રમીલાબેન ચોધરી, મોહનભાઈ છાભૈયા તેમજ ધોરણ ૧૦ થી ૧૨ ની વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. ઉક્ત કાર્યક્રમ અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનની ટીમના સ્પેશિયલ ફાઇનાન્સીયલ ઇન લીટ્રેસી પૂજાબેન પરમાર દ્વારા વિવિધ હેલ્પલાઇન જેમ કે, ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન, સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન – ૧૯૩૦ અને ચાઈલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮નો ઉપયોગ કઈ રીતે અને કઈ પરિસ્થિતિમાં કરી શકાય છે તે વિષય અંગેની માહિતી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર – ભુજના પ્રિતીબેન વિગોરા દ્વારા વિભાગની મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના વર્ષાબેન બાંભણીયા દ્વારા સેન્ટર અંગેની માહિતી આપવામાં આવી હતી. તમામ દીકરીઓને મહિલાલક્ષી યોજનાઓ અંગેના પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.






