GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ખાતે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોનું માર્ગદર્શન આપવામાં આવ્યું.

 

તારીખ ૨૧/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જિલ્લાના બોરિયા અને હોસેલાવના સ્વયંપ્રેરિત ખેડૂતો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ ક્લસ્ટર અંતર્ગત એક વિશેષ પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને ટકાઉ અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ખેતી પદ્ધતિઓનું જ્ઞાન આપવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો જેમ કે જીવામૃત/ઘન જીવામૃત, બીજામૃત, મલ્ચિંગ, વાફસા અને મિશ્ર પાક ખેતી પદ્ધતિ જેવી મુખ્ય તકનીકો પર કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને વૈજ્ઞાનિકો સાથે સીધી ચર્ચા કરવાનો અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવવાનો મોકો પણ મળ્યો હતો.

વધુમાં ખેડૂતોએ PM-KISAN સમ્માન નિધિ કાર્યક્રમ અને South India Natural Farming Summit–2025 નું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું, જેનાથી તેમને પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રીય અને પ્રાદેશિક મહત્વ વિશે જાણીને નવી પ્રેરણા મળી હતી.

 

Back to top button
error: Content is protected !!