વલસાડ નશાબંધી અને ડ્રગ્સ વિભાગ દ્વારા બી.કે.એમ.કોલેજ ખાતે નશીલા પદાર્થોથી દૂર રહેવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નશાબંધી અને આબકારી વિભાગ અને ડ્રગ્સ વિભાગ વલસાડ દ્વારા બી.કે.એમ.કોલેજ ખાતે નશીલા પદાર્થ પ્રતિકારક વિશ્વ દિને ડ્રગ્સ વિરોધી વ્યાખ્યાન વિધાર્થીઓને જાગૃતા લાવી આવનારી પેઢીને નશીલા પદાર્થોથી મુક્ત કરવા અનુરોધ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ વલસાડની બી.કે.એમ કોલેજ ખાતે નશીલા પદાર્થ પ્રતિકારક વિશ્વ દિન અનુસંધાને સરકારશ્રીના પ્રતિનિધિઓ એમ ડી ચૌધરી સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર ડિપાર્ટમેન્ટ વલસાડ પી.એન.આર.વસાવા સબ ઇન્સ્પેક્ટર ડિપાર્ટમેન્ટ વલસાડ શ્રીમતી ધારા પંચાલ ડિપાર્ટમેન્ટ વલસાડ અને ભાવેશભાઈ પટેલ પ્રોટેક્શન ઓફિસર વલસાડ ના સંયુક્ત ઉપક્રમે ડ્રગના જે બંધાણી બનીને જે વિદ્યાર્થીઓ અત્યારે જે વેદના ભોગવી રહ્યા છે તેને કેવી રીતે કંટ્રોલ કરવો અને અગત્યના પાસા કયા છે અને એને કેવી રીતે જાગૃતિ ફેલાવી શકાય તે માટે દરેકે પોતાનું વ્યક્તવ્ય આપી કોઈ પણ સંજોગોમાં આવતી પેઢીને એનાથી મુક્ત રાખવા માટે પૂરા પ્રયત્ન કઈ રીતે કરી શકાય તેવી વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી. બી.કે.એમ કોલેજના ગોહિલ સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓનું સ્વાગત કરી આવકાર્યા હતા.તેમજ વિધાર્થીઓએ નશાકારક પ્રદાર્થથી દૂર રહી વ્યસન કરનારા વ્યસન લોકોની લત છોડાવવા પ્રયત્ન કરવા આહવાન કર્યું હતું..



