જી.એમ.ડી.સી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નખત્રાણા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ- ૨૦૧૩ અંગે જાગૃતિ સેમિનાર

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૮ ડિસેમ્બર : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ તથા નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે GMDC કોલેજ, નખત્રાણા ખાતે “કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ – 2013”અંગે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પી.આઈ.મકવાણા, જિલ્લા દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારી સુનીલભાઈ ચુવાડિયા, DHEWનામિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ, OSCના કેન્દ્ર સંચાલકશ્રી ભાવનાબેન ગરવલિયા,એડવોકેટ નિકેશભાઈ ઠક્કર, નખત્રાણા શી-ટીમમાંથી ASI હેન્સીબેન રૂપારેલ, HC નિશાબેન સિંધાવ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરનાં કાઉન્સેલર અર્ચનાબેન ભગોરા, સેતુ અભિયાનથી મુક્તાબેન, GMDC કોલેજના પ્રિન્સિપાલ ત્રિવેદી, લાઇબ્રેરિયન તથા કોલેજના કર્મચારી આ કાર્યક્રમમાં જોડાયા હતા.આ પ્રસંગે નખત્રાણા પી.આઈ. મકવાણા દ્વારામહિલાઓના સશક્તિકરણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.DHEWના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ દ્વારા કામકાજનું સ્થળ શું ગણાય છે, જાતીય સતામણીની વ્યાખ્યા, સાયબર સુરક્ષા સંબંધિત મુદ્દાઓ, તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ઉપલબ્ધ વિવિધ યોજનાઓ અને તેનો કાનૂની અર્થ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરનાં કાઉન્સેલરશ્રી અર્ચનાબેન ભગોરા દ્વારા PBSC સેન્ટરવિષે માહિતી આપવામાં આવી હતી. સેતુ અભિયાનના મુક્તાબેન નાથબાવા દ્વારા પી.આર.સી સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. એ.એસ.આઈ હેન્સીબેન દ્વારા સી-ટીમની કામગીરીથી અવગત કરવામાં આવેલ.એડવોકેટ નિકેશભાઈ ઠક્કર દ્વારા કામકાજ સ્થળે જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩ તેમજ સાયબર સેફટી વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.આ જાગૃતિ શિબિર દ્વારા વિદ્યાર્થિનીઓમાં કાનૂની અને સુરક્ષા જાગૃતિ તેમજ આત્મવિશ્વાસમાં વધારો થવા સાથે તેમને પોતાના હક્કો અને સુરક્ષા અંગે વધુ સજાગ બનવા પ્રોત્સાહન મળ્યું હતું.સમગ્ર સેમિનારનું સુચારુ આયોજન DHEWની ટીમ અને OSCની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.






