GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી તાલુકાના મોજે માનસર ગામે મચ્છુ નદીમાં થતી ખનીજ ચોરી બંધ કરવા ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત

MORBI મોરબી તાલુકાના મોજે માનસર ગામે મચ્છુ નદીમાં થતી ખનીજ ચોરી બંધ કરવા ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત

 

મોરબી જીલ્લાના માનસર ગામે મચ્છુ નદીમાં ચેકડેમના પાછળના ભાગે નારણકા ગામ તરફ ખનીજ માફીઓ દ્વારા રેતી ચોરી અટકાવવા માનસર ગામના સરપંચ જીતુભાઈ ઠોરીયા દ્વારા લેખિતમાં ભુસ્તર શાસ્ત્રીને રજૂઆત કરી

મળતી માહિતી મુજબ મચ્છુ નદીમાંથી અનેક ગામના લોકો પોતાની ખેતીની જમીનમાં પિયત માટે પાણી મેળવે છે. જો આ મચ્છુ નદીમાંથી રેતી કાઢી નાખવામાં આવે તો નદીનું તળ નીચું જવાના કારણે પાણીમાં ખારાસ ઉત્પન્ન થાય છે. જેથી આ પાણીનો ખેડુતો સિંચાઈ માટે ઉપયોગ કરી શકતા નથી અને જો પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે તો ખેડુતોની જમીન બિનઉપજાવ બની જાય છે. તેમજ આવા ખનીજ માફીઓ મચ્છુ નદીમાંથી ખનીજની ચોરી કરી સરકારશ્રીને તથા ખેડુતોને કરોડો રૂપિયાનું નુકશાન કરે છે.

હાલમાં મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્યા કથળી ગયેલ હોય, ખનીજ માફીયાઓ બેફામ બનેલ હોય, તાત્કાલીક ધોરણે મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાં ચેકડેમના પાછળના ભાગે નારણકા ગામ તરફ થતી ખનીજ ચોરી અટકાવવા આપની કક્ષાએથી ઘટિત કાર્યવાહી કરી ખનીજ માફીયાઓ સામે કડક પગલા ભરવા માંગ કરવામાં આવી

Back to top button
error: Content is protected !!