DASADADHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધાંગધ્રા માલવણ ગામ પાસે બજાણા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઇનનુ કરાયું ખાતમુહૂર્ત

સુરેન્દ્રનગર પોલીસવડાના હસ્તે નવનિર્મિત બજાણા પોલીસ સ્ટેશનનું કરાયું ભૂમિપૂજન

તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર પોલીસવડાના હસ્તે નવનિર્મિત બજાણા પોલીસ સ્ટેશનનું કરાયું ભૂમિપૂજન, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે ધ્રાંગધ્રા- માલવણ- અમદાવાદ હાઈવે પર માલવણ પાસે નવા બજાણા પોલીસ સ્ટેશન તેમજ નવી પોલીસ લાઈનનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે આ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો ધ્રાંગધ્રા અને અમદાવાદને જોડતો આ હાઈવે ટ્રાફિક અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો છે હાઈવે પર વધતા વાહનવ્યવહાર જતા અને સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, માલવણ ચોકડી પાસે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નવું પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો છે નવા પોલીસ સ્ટેશનના નિર્માણથી હાઈવે પર પસાર થતા નાગરિકોને ઝડપી પોલીસ સહાય મળી રહેશે આ સાથે જ પોલીસ જવાનો માટે નવી લાઈનની સુવિધા ઉપલબ્ધ થવાથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો નવા બિલ્ડીંગમાં આધુનિક લોકઅપ, ઓફિસ રૂમ અને મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!