ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન, બનાસકાંઠા
17 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકાના મોતીપુરા ખાતે કેમ્પ યોજાયો:નાગરિકોને સ્થળ પર જ વિવિધ લાભ સહિત માર્ગદર્શન અપાયું ધરતી આબા જન જાતિ ઉત્કર્ષ અભિયાન અંર્તગત વડગામ તાલુકાના મોતીપુરા ખાતે તમામ વિભાગની યોજનાઓનો લાભ ગ્રામ પંચાયત કક્ષાએ મળી રહે તે હેતુથી જન જાતિય લોકો માટે સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપીને પોતાના વિભાગ હસ્તક ચાલતી વિવિધ યોજનાઓ અને સેવા માટે સ્ટોલ લગાવીને લાભાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ કેમ્પમાં આદિજાતિ નાગરિકોને રેશનકાર્ડ- ૪૬, આયુષ્યમાન કાર્ડ – ૧૭, આધારકાર્ડ- ૪૩ , પી.એમ.કિસાન સન્માન નિધિ- ૧૩, આવકના દાખલા – ૩૩, વતનીના દાખલા – ૮, આકારણી – ૧૬, મા અન્નપુર્ણા કાર્ડ – ૨૪, વિધવા પેન્શન–૧૩ લોકોને સ્થળ પર પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
નોંધનીય છે કે, ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાન એ ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વાકાંક્ષી પહેલ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકામાં રહેલી ખામીઓને દૂર કરીને સર્વગ્રાહી અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. આ કાર્યક્રમમાં વડગામ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા અગ્રણીશ્રી કામરાજભાઈ ચૌધરી, શ્રી લાલાજી ઠાકોર, સરપંચશ્રી ડી.બી.સોલંકી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.