BANASKANTHAPALANPUR

રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડી ને સ્માર્ટ ક્લાસ ની ભેટ મળી

2 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આદિજાતિ વિસ્તારની શાળા રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડી માં ધોરણ નવ થી 12 ના કુલ 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે… આ વિદ્યાર્થીઓ નવીન ટેકનોલોજી સાથે કદમ મિલાવી વધુ સારો અભ્યાસ કરી શકે તે માટે શાળાને ઇન્ટર એક્ટિવ ડિજિટલ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ શ્રી યોગાંજલિ કેળવણી મંડળ,ગણેશપુરા સિદ્ધપુર તરફથી ઇન્ટર એક્ટિવ ટચ પેનલ બોર્ડની ભેટ મળેલ છે.. આજ રોજ આ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન યોગાંજલી કેળવણી મંડળ ,સિદ્ધપુરના સેક્રેટરી કુ.જીજ્ઞાબેન દવે તેમજ ટ્રસ્ટી કૈલાસબેન પટેલ અને શ્રી અશોકભાઈ શર્મા ના હસ્તે કરવામાં આવ્યું હતું.. સ્માર્ટ ક્લાસ માટે અંદાજિત 1.5 લાખ રૂપિયાના સ્માર્ટ બોર્ડની ભેટ બદલ શાળાના આચાર્યશ્રી ડૉ.રાકેશ પ્રજાપતિ એ યોગાંજલિ કેળવણી મંડળ ના સ્થાપક એવા રમીલાબેન ગાંધી તથા તમામ ટ્રસ્ટીગણનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો..

Back to top button
error: Content is protected !!