BANASKANTHALAKHANI

લાખણી ની ક્રિષ્ના આર્ટ્સ કોલેજ મા એસ એસ એકમ ની વાર્ષિક શિબિર યોજાઈ

 

નારણ ગોહિલ લાખણી

લાખણી ખાતે આવેલા શ્રી ક્રિષ્ના આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) એકમની વાર્ષિક (ખાસ) શિબિરનું આયોજન મુ. ફોફવાસ, તા. લાખણી મુકામે તા. ૨૭ જાન્યુઆરીથી તા. ૨ ફેબ્રુઆરી દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું ઉદ્દઘાટન શ્રી ટી. પી. રાજપૂતના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન સમારંભમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સ્વયંસેવક શ્રી હરચંદભાઈ ચૌહાણે સમાજના નિર્માણમાં એન.એસ.એસ.નું યોગદાન વિષય ઉપર બીજરૂપ વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ બીજા સેશનમાં લોકસંપર્ક કાર્યક્રમ અંતર્ગત વિવિધ બેનરો સાથેની રેલી કાઢવામાં આવી હતી. પ્રથમ દિવસના રાત્રીના સેશનમાં આદર્શ વિદ્યાલય આસોદરના આચાર્ય શ્રી તેજાભાઇ પટેલે આધ્યાત્મિકતાનું મહત્ત્વ અંગે વ્યાખ્યાન આપ્યું હતું. બીજા દિવસના પહેલા સેશનમાં હિંગળાજ માતાજી મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમકાર્ય કરવામાં આવ્યું હતું. બીજા સેશનમાં અંધશ્રધ્ધા નિર્મૂલન કાર્યક્રમમાં શ્રી નરેશભાઈ બાજરીયાએ પ્રેક્ટિકલ જ્ઞાન આપીને વિદ્યાર્થીઓને અંધશ્રધ્ધાથી દૂર રહેવાની હાકલ કરી હતી. ત્રીજા સેશનમાં શિક્ષક શ્રી દાનસિંહ કે. રાજપૂતે એન.એસ. એસ. અને સામાજિક સંસ્થાઓમાં યુવાઓ અંગે વ્યાખ્યાન આપ્યું હતું. ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં આરોગ્ય ચેક-અપ કેમ્પમાં આગથળા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. હેમલતાબેન પટેલ સહિતના સ્ટાફે સ્વયં સેવકો અને ગ્રામજનોના આરોગ્યની તપાસ કરી હતી. બીજા સેશનમાં થરાદના જાણીતા સેવાભાવી તબીબ ડૉ. કરશનભાઈ પટેલે અંગદાન ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. ત્રીજા સેશનમાં કોલેજ ઓફ એગ્રિકલ્ચર, થરાદના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. મુકેશભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતી – સમયની તાતી જરૂરિયાત અંગે વ્યાખ્યાન આપ્યું હતું. ચોથા દિવસના પ્રથમ સેશનમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમકાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ ટોલાં ભરીને પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. બીજા સેશનમાં નેશનલ યોગા ટ્રેનર ડૉ. રીતેષભાઈ પ્રજાપતિએ વ્યસનમુક્તિ અંગે વ્યાખ્યાન આપ્યું હતું. પાંચમા દિવસના પ્રથમ સેશનમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બીજા સેશનમાં વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરના દર્શન કર્યાં હતાં. ત્રીજા સેશનમાં શ્રી એમ.ડી.ગોહેલ – મામલતદાર સાહેબશ્રી લાખણીએ કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. છઠ્ઠા દિવસના પ્રથમ સેશનમાં ડૉ. પ્રવીણભાઈ પરમાર અને તેમની ટીમે એઈડ્સ જનજાગૃતિ અંગે વ્યાખ્યાન આપ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓનું એઇડ્સ અને એચ.આઇ.વી. ચેક અપ કરવામાં આવ્યું હતું. બીજા સેશનમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રમી હતી. ત્રીજા સેશનમાં સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદના આચાર્ય અને હેમ.ઉ.ગુ.યુનિ. પાટણના સાયન્સ ફેકલ્ટીના ડીન શ્રી ડૉ. જગદીશભાઈ પ્રજાપતિએ આજના સમયમાં સ્વામી વિવેકાનંદના વિચારોની આવશ્યકતા અંગે વ્યાખ્યાન આપ્યું હતુ. સાતમા દિવસે મામલતદારશ્રી એમ. ડી. ગોહેલના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહ યોજાયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ રમતો અને ગરબે રમ્યા હતા. આ સાત દિવસીય શિબિરમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતા, આરોગ્ય, જનજાગૃતિ અને યુવા વિકાસ શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શિબિરને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી બળવંતભાઈ ચૌધરી, ટ્રસ્ટી શ્રી તેજાભાઇ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ, કોલેજના આચાર્ય શ્રી પ્રવિણભાઈ વજીર, પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રકાશભાઈ સુથાર, પ્રોફે. લેખરાજભાઈ પ્રજાપતિ, પ્રોફે. ભારતીબેન ચૌધરી, પ્રોફે. રેખાબેન ચૌધરી, પ્રોફે. લખનભાઈ દેસાઈ સહિત સ્ટાફગણ અને એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!