BANASKANTHALAKHANI

લાખણી ની હોસ્પિટલ મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પાવન દિવશે રામ નો જન્મ

નારણ ગોહિલ લાખણી

હોસ્પિટલ સ્ટાફે વિના મૂલ્યે ડિલિવરી કરાવી પ્રાણ પ્રતિષ્ઠાને દીપાવી
લાખણી
અયોધ્યામાં ભગવાન શ્રી રામની ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અવનવા વિક્રમોની વણઝાર સર્જાઈ છે. જેમાં રામ ભક્તોએ પણ અવનવી રીતે પ્રાણ પ્રતિષ્ઠાને યાદગાર બનાવી છે.ત્યારે લાખણી તાલુકાના અછવાડીયા ગામના ગોમતીબેન અરજણભાઈ સોલંકી (રાજપુત) ને 22 મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે જ પ્રસુતિની પીડા ઉપડતાં પરિવારજનો દ્વારા લાખણી ખાતે આવેલ મમતા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જ તેમની કુખે પુત્ર રત્નનો નોર્મલ ડિલિવરીમાં જન્મ થયો હતો. જેથી પરિવારજનોની ખુશાલી બેવડાઈ હતી અને તેમણે પુત્રનું નામ રામ રાખી પ્રાણ પ્રતિષ્ઠાને યાદગાર બનાવી દીધી હતી. જેમાં મમતા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડો.કૌશલ ડી.ઝવેરી (એમ. એસ. ગાયનેક લોજીસ્ટી), ડો. અરવિંદભાઈ ચૌધરી (બી.એચ.એમ.એસ.), અમીતાબેન ડી. રાઠોડ (એ.એન.એમ. નર્સિંગ), નરેશભાઈ જે. પરમાર (ફાર્માસિસ્ટ) પરમાર અશોકભાઈ .ટી. ( લેબટેકનેશીયન) તેમજ હોસ્પિટલ ના ઓનર અશોકભાઈ ઠાકોર વગેરે સ્ટાફ પણ તેમની ખુશીમાં સહભાગી થઈ નોર્મલ ડિલિવરી અને મેડિકલ સારવારનો એક પણ રૂપિયો લીધો નહતો અને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને દીપાવી જાણી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!