BANASKANTHADEESA

લુણપુર માધ્યમિક શાળામાં પૂજ્ય ગુરુમહારાજનું ભવ્ય પ્રવચન

ડીસા તાલુકાના લુણપુર ગામ ખાતે આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્યશ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં લુણપુર માધ્યમિકશાળામાં ભવ્ય પ્રવચન યોજાયું પૂજ્ય ગુરુમહારાજનું સ્વાગત સામૈયા સાથે કરવામાં આવ્યું હતું મહારાજ સાહેબે જણાવ્યું હતું કે તમારા જીવનમાં કોઈને આદર્શ બનાવો જેથી તમે સારા માર્ગ પર જઈ શકો. પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને જણાવ્યું કે જો તમે તમારા જીવનમાં સારા નિયમોનું પાલન કરશો તો ખૂબ આગળ વધશો. જો તમે આ નિયમોનું પાલન કરશો તો એક સમયે તમે એક સારા માણસ જ નહિં પણ પોતાના ગામને અને શાળાને સારી બનાવી શકશો. આજે દુનિયામાં સૌથી મોટી સમસ્યા ગરીબી, બેકારી કે વસ્તીવધારો નથી પણ સારા માણસોની અછત છે. બાળકોને જો પોતાને એક શ્રેષ્ઠ રીતે તૈયાર કરવો હશે તો તેના જીવનમાં કોઈ એક નિશ્ચિત ધ્યેય કરવો પડશે. પૂજ્ય ગુરુમહારાજે બાળકોને ઉત્તરાયણ વિશે જણાવ્યું હતું કે ઉત્તરાયણ દાન આપવાનો તહેવાર છે.સારું આચારણ કરનાર માણસનું સન્માન કરવું જોઈએ. અંતે દરેકને પૂજ્ય ગુરુમહારાજે આશિર્વાદ આપ્યા હતા.

ભરત ઠાકોર ભીલડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!