લાખણી તાલુકાના વાસણા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નુ ૧૦૦% પરિણામ

નારણ ગોહિલ લાખણી 
લાખણી તાલુકા ના વાસણા (વાતમ) ગામ ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ ધોરણ ૧૨ બોર્ડ ની પરિક્ષા મા ૧૦૦% પરિણામ મેળવી ગૌરવ મેળવ્યું છે શાળા ના તમાંમ વિધાર્થીઓ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા શિક્ષકો વાલીઓ અને સમગ્ર ગામમા આનંદ ની લાગણી છવાઈ
આ વર્ષ શાળા ના તેજસ્વી તારલાઓએ ઉત્તમ ગુણ સાથે સફળતા મેળવી છે જેમાં જાગૃતિબેન કરશનભાઈ ચૌધરી (૮૮.૯૬ પી આર) પ્રિયાબેન પ્રકાશભાઈ મોરીયા (૮૮.૨૬ પીઆર) જીનલબેન દશરતજી રાજપુત (૮૬.૪૫ પીઆર) રિકુબેન ઈશ્વરભાઈ ચૌધરી (૮૫.૧૧ પીઆર) પુજાબેન દશરથભાઈ પુરોહિત (૮૪.૭૧ પીઆર) અનિતાબેન નેમાભાઈ પરમાર (૮૩.૯૦ પીઆર) વિક્રમભાઈ અણદાભાઈ ચૌધરી (૮૩.૯૦ પીઆર) નીરૂબેન ઘેવરાજી પુરોહિત (૮૩.૬૯ પીઆર) કિંજલબેન નાથાભાઈ ચૌધરી (૮૩.૨૮ પીઆર) હિતેશભાઈ દેવાભાઈ ચૌધરી (81.36 પીઆર) કિરણકુમાર દેવાભાઈ ચૌધરી (૭૯.૦૮ પીઆર) નો સમાવેશ થાય છે શાળા ના આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ તમાંમ વિધાર્થી મિત્રો શિક્ષક મંડળ ને વાલીઓએ અભિનંદન પાઠવ્યા હતા આ સિદ્ધિ સમગ્ર ગામ અને તાલુકા માટે ગૌરવની ક્ષણ બની છે


