અરવલ્લી : મોડાસા ગોરીઓનો ચોક નવાજી મોહલ્લા રહેણાંક ઘરમાં જુગાર રમતા 19 શકુનીઓને LCB પોલીસે ઝડપી પાડ્યા

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા ગોરીઓનો ચોક નવાજી મોહલ્લા રહેણાંક ઘરમાં જુગાર રમતા 19 શકુનીઓને LCB પોલીસે ઝડપી પાડ્યા
મોડાસા ટાઉન પોલીસ સટેશનના મોજે મોડાસા ગોરીઓનો ચોક નવાજી મોહલ્લા રહેણાંક ઘરમાં તીનપત્તી ગંજીપાનાનો પૈસાનો હારજીતનો જુગાર રમતાં (19) આરોપીઓને પકડી ઝડપી પાડી રોકડ રકમ રૂ.86,020/- ના મુદ્દામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢતી-LCB પોલિસ
એચ.પી.ગરાસીયા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.અરવલ્લી નાBઓની નેતુત્વમાં.સી.એમ.રાઠોડ પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી તથા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસોને ગંજીપાનાનો હરાજીનો જુગાર રમતા ઇસમોની જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ જે અન્વયે એલ.સી.બી.સ્ટાફના કર્મચારીઓ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા મખદુમ હાઇસ્કુલ પાસે જતા બાતમીરાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે મોજે મોડાસા ગોરીઓનો ચોક નવાજી મોહલ્લા ખાતે રહેતા બિસ્સમિલ્લાખાન મુમતાઝહુસૈન પઠાણનાનો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘરમાં માણસોને બસાડી તીન પત્તી ગંજીપાનાનો પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા આરોપી ઓ પૈકી 19 આરોપીઓને પકડી પાડી દાવ ઉપરથી રોકડા રૂ.20,220/-તથા પકડાયેલ ઇસમોની અંગ ઝડતી કરતાં રોકડા રૂ.49,800/- મળી કુલ રોકડા રૂ.70,020/- તથા મોબાઇલ નંગ 4 જેની કિંમત 16,000/-સાથે કુલ કિ.રૂ.86,020/-મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તમામ આરોપીઓ વિરૂધ્ધમાં મોડાસા ટાઉન પો.સ્ટેમાં જુગાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :
ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડતાં દાવ ઉપરથી મળી આવેલ રોકડ રૂ.20,220/-તથા અંગ ઝડતીના દરમ્યાન મળેલ રોકડ રૂ.49,800/- મળી કુલ રોકડા રૂ.70,020/- તથા મોબાઇલ ફોન નંગ-4 કિ.રૂ.16,000 /- મળી કુલ કિ.રૂ. 86,020/- નો મુદ્દામાલ





