BANASKANTHAPALANPUR

પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં બાળમેળો યોજાશે.

3 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આ બાળમેળા માં ધોરણ 3 થી 7 વર્ષના બાળકો ભરપૂર આનંદ માણશે.બાળકો શૈક્ષણિક ઘડતર સાથે શારીરિક અને માનસિક ઘડતર પણ જરૂરી બને છે.અને આ કાર્ય ઘરમાં માતા-પિતા કરતા હોય છે જ્યારે શાળામાં શિક્ષક બાળકોનું ઘડતર કરતા હોય છે અને જીવનના મંત્ર શીખવે છેજેમાંબાળકોઅભ્યાસનીસાથેસાથેસામાજિક,સાંસ્કૃતિક,ધાર્મિક અને જીવનમાં વિવિધ કર્તવ્યો શીખવે છે. બાળકોના ઘડતરમાં શાળા ખુબજ મહત્વનો રોલ ભજવે છે અને શાળામાં બાળકો અભ્યાસની સાથે સાથે વિવિધ પ્રવૃતિઓ કરતા થાય છે.જેમાં પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં અભ્યાસની સાથે સાથે બાળકોનું ઘડતર ખુબજ સારું થાય એ માટે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ કરાવાય છે જેમાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બાળકો ઉત્સાહ ભેર ભાગ લેશે .જોકે આ બાલમેળો બાળકોને ઘણું બધું શીખવી જશે.અને આ બાળમેળો બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વનો ફાળો ભજવશે.જેમાં બાળકો કઈક નવું શીખવાનો,નવું બનાવવાનો અને પોતાનામાં પડેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરશે.અને આ મેળો બાળકોના જીવનને ખુબજ યાદગાર બનાવી દેશે.શ્રી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં 3 થી 7 વર્ષના બાળકો માટે તારીખ-6/1/23 અને તારીખ-7/1/23 એમ બે દિવસ બાળમેળાનું આયોજન કરાયું છે.જેમાં સ્વસ્તિક શાળા સિવાય અન્ય શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ લાભ લઇ રહ્યા છે.જેમાં બાળકોની શક્તિઓ ખીલી ઉઠે અને જીવનભર બાળકોનું સંભારણું આ બાળ મેળો બની રહેશે..

Back to top button
error: Content is protected !!