GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

તરણેતર મેળામાં આયોજિત પાંચ દિવસીય પ્રદર્શનને લાખો લોકોએ નિહાળ્યું.

તા.21/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા જનજાગૃતિ કરવામાં આવી.

વિશ્વ વિખ્યાત તરણેતરનાં મેળામાં ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા પાંચ દિવસીય મલ્ટી મીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનને લાખો લોકોએ નિહાળ્યું અને અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મેળવી હતી 9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ” વિષય પર આયોજિત પાંચ દિવસીય આ પ્રદર્શનમાં યુવા, મહિલા સશક્તિકરણ, સાંસ્કૃતિક વારસાનું જતન, પર્યાવરણની જાળવણી સાથે વિકાસ જેવી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો અને અભિયાનની માહિતીનું પ્રદર્શન તા.17 થી 21 સપ્ટેમ્બર રાખવામાં આવ્યું હતું જેનું ઉદ્દઘાટન ગુજરાત વિધાનસભાનાં મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ચોટીલાનાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણનાં હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર કે.સી.સંપત, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશભાઈ મકવાણા સાથે તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં ભારે વરસાદ હોવા છતાં મેળો માણવા આવેલા લાખો લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લઈ જરુરી જાણકારી મેળવી હતી પ્રદર્શન દરમિયાન લોકોને ગમ્મત સાથે જ્ઞાન મળે એવા આશયથી અલગ અલગ પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી જેમાં પ્રશ્નોત્તરીમાં અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પુરસ્કારો પણ પ્રાપ્ત કર્યા હતા ઉપરાંત પોષણ માહની ઉજવણી નાં ભાગ રૂપે આઈ.સી.ડી.એસ, થાનગઢની ટીમ દ્વારા મિલેટ્સથી બનાવેલી વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું પોષણ રંગોળી અને ગરબા દ્વારા ઉપસ્થિત જનમેદનીને કુપોષણથી બચવાની જાણકારી આપવામાં આવી હતી પ્રદર્શનની મુલાકાત લેતા યુવાઓને ત્યાં રાખવામાં આવેલી ફીટ ઈંડિયા ક્વિઝ દ્વારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી બાબતે સંદેશ આપવામાં આવ્યો હતો સાથે જ વિજેતાઓને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા પાંચ દિવસીય પ્રદર્શનમાં મુલાકાતીઓને સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ આપતી કેપ અને કાપડ બેગ અને માહિતી પત્રિકાનું નિ:શુલ્ક વિતરણ પણ કરાયું હતું કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ, થાનમાં નિબંધ, ચિત્રકળા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પાંચ દિવસીય આ પ્રદર્શનને લાખો લોકોએ નિહાળ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રીય સંચાર બ્યુરો, સુરતના ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, દેવેન્દ્રભાઈ ત્રિવેદી, નરેશભાઈ વાઘેલા અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!