BANASKANTHAPALANPUR

અંબાજી ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કીશોરી મેળા નું આયોજન કરવામાં આવ્યું

9 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બાળ વિકાસ યોજના અને સંકલિત બાલ વિકાસ યોજના હેઠળ અંબાજી પ્રાથમીક માં કરવામાં આવ્યુ હતું.આ અંગેની માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે યાત્રાધામ અંબાજી ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કીશોરી મેળા નું આયોજન બાળ વિકાસ યોજના અને સંકલિત બાલ વિકાસ યોજના હેઠળ અંબાજી પ્રાથમીક માં કરવામાં આવ્યું હતું જે અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના સહિત વ્હાલી દિકરી યોજના હેઠળ કિશોરીઓ તથા મહિલાઓનો મેળો અંબાજી ખાતે આ સી ડી એસ ના અધિકારી સહિત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત રહેલા કિશોરીને મહિલાઓને ભારત સરકારની થીમ હેઠળ તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા, મહિલા પોલીસ, અધિકારી સંરક્ષણ અધિકારી, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ સહિતના અનેક અધિકારીઓ દ્વારા કીશોરીઓને અને સુરક્ષા, સશક્તિકરણ જેવી વિવિધ યોજના ની માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને આંગણવાડીમાં નિયમિત આપવા અને લાભ લેવા પોષણ અને આરોગ્ય, શિક્ષણ, સહીત ઘરેલુ હિંસા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, સાથે પેમ્પલેટ અને બુકલેટ દ્વારા માહિતી આપી અને બુકલેટ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ,પોતે સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસપૂર્વક પગલાં માંડવા પ્રતિજ્ઞા પણ લેવડામાં આવી હતી, જે સ્થળ ઉપર મહિલાઓનો હેમોગ્લોબીન નો ટેસ્ટ તથા આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી તથા પોષણક્ષમ આહારની સ્પર્ધા રાખી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી જેમાં પ્રોત્સાહન રૂપે મહિલા તથા કિશોરીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ કરીને. રંજનબેન વ્યાસ( સી ડી પી ઓ) દાંતા એ દીકરીઓને ધોરણ 10 સુધી અભ્યાસ કરાવવા બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!