BANASKANTHAPALANPUR

આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે પ્રવેશોત્સવનું આયોજન

2 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર સંચાલિત શ્રી આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમનું તારીખ: 01/ 07 /2026 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રો. વિરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કોલેજમાં ચાલી રહેલા વિવિધ કોર્સિસ, અધ્યાપકશ્રીઓનો પરિચય ,વર્ષ દરમિયાન થતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ સર્વેની વિગતવાર રજૂઆત PPT દ્વારા કરી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.ત્યારબાદ આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ મેડમ શ્રી ડૉ.અલકાબેન મેવાડા જેઓએ વિદ્યાર્થીઓને કોલેજ નું મહત્વ અને તેમના જીવનમાં શરૂ થતા નવા સોપાનની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી અને અને આદર્શ સાયન્સ કોલેજ ના પ્રિન્સિપાલ સાહેબ શ્રી કાર્તિકભાઇ કડિયા સાહેબે પણ વિદ્યાર્થીઓને નવા વર્ષમાં આવકાર્યા હતા અને તેઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.ભાવિકાબેન પટેલ અને આભારવિધિ પ્રો. કાજલબેન દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ તથા સર્વે અધ્યાપક શ્રીઓ અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા આમ કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ તથા અધ્યાપકશ્રીઓના સાથ સહકારથી પ્રવેશોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!