BANASKANTHAPALANPUR

પાલનપુર વન વિભાગ અધિકારીઓ ની 6 કલાક ની મહેનત થી રીંછ પાંજરે પુરાયું

11 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ખોરાક ની શોધ મા રીંછ ગામડાઓમાં આવી પહોંચતા લોકો મા ભય નો માહોલ સર્જાયો હતો.પાલનપુર તાલુકાના જગાણા ગામ નજીક આજે એક અનોખી અને ચિંતાજનક ઘટના સામે આવી, જ્યાં બનાસ ડેરીની બાજુમાં આવેલા ખેતરમાં અચાનક એક રીંછ દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ ખેતરમાં રીંછ હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. રીંછ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
સ્થાનિક લોકો દ્વારા રીંછને ખેતરમાંથી બહાર કાઢવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેથી રીંછ કોઈ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ ન કરે અને કોઈ જાનહાની ન સર્જાય. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવી રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું.
રીંછને પકડવા માટે ફોરેસ્ટ વિભાગે ચારથી પાંચ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. સવારેથી જ ફોરેસ્ટની ટીમ સતત ખેતરો અને આસપાસના વિસ્તારમાં મોનિટરિંગ કરી રહી હતી. આખરે ફોરેસ્ટ વિભાગ અને પોલીસની અથાગ મહેનત બાદ રીંછને સફળતાપૂર્વક રેસ્કયુ કરી પાંજરે પૂરવામાં આવ્યું હતું. સમગ્ર ઓપરેશન દરમિયાન ફોરેસ્ટ વિભાગે ખૂબ જ સતર્કતા અને કુશળતા દાખવી હતી, જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાની ટળી હતી.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અનેકવાર રીંછ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ ગરમીના કારણે પાણી અને ખોરાકની શોધમાં રીંછ જંગલ વિસ્તાર છોડીને માનવ વસાહત તરફ આવી જતા હોય છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વધી રહેલી ગરમી અને પાણીની અછતને કારણે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ વળી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ સમગ્ર ઘટનામાં ફોરેસ્ટ વિભાગ ના એસીએફ મેહુલ પ્રજાપતિ મહેશભાઈ સોલંકી વિજયભાઈ ચૌધરી અને ચેતનસિંહ આરએફઓ દાતા રેસ્ક્યુ ટીમ ડૉ જીતુ ભટોળ તેમજ પાલનપુર રેન્જ સ્ટાફ સહિતની ટીમ દ્વારા 6 કલાક જેટલા સમય સુધી રેસ્ક્યુ કામગીરી કરી ઓપરેશન પાર પાડી ફોરેસ્ટ વિભાગે રીંછ ને પાંજરે પૂર્યું હતું.. સ્થાનિક લોકો દ્વારા પણ ફોરેસ્ટ અને પોલીસ ટીમની કામગીરીને બિરદાવવા મા આવી હતી.

Back to top button
error: Content is protected !!